બાબરાના ચરખા નજીક વાહન હડફેટે 20 જેટલા ઘેટા બકરાના મોત નિપજ્યાં

  • સ્પીડ બ્રેકરની માગ ઉઠાવતા કામગીરી કરવા સાંસદનો આદેશ

બાબરા, બાબરા તાલુકા ના ચરખા ગામે આજરોજ સવાર ના સમયે પુરપાટ આવતા ટેન્કર વાહન ની હડફેટે ચરખા ગામના માલધારી સમાજ ના ઘેટા બકરા અંદાજીત 20 જેટલા ચગડાઈ જવા અંગે માહિતી મળતા બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,તાલુકા મહામંત્રી મહેશભાઈ ભાયાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતાઉપસ્થિત જન મેદની દ્વારા બસ સ્ટોપ નજીક સ્પીડ બ્રેકર ના અભાવે અકસ્માત ના બનતા બનાવો રોકવા સહિત ગ્રામ્ય શાળા ના વિદ્યાર્થી અને મોટી અવર જવર વાળા વિસ્તાર મા ભવિષ્ય માં અકસ્માત ના બનાવ નિવારવા સ્પીડ બ્રેકર બનાવવા માટે માગ કરવા માં આવતા અંગે બાબરા તાલુકા ભાજપ આગેવાનો દ્વારા સાંસદ નારણભાઈ કાછડીયા સમક્ષ ટેલિફોનિક રજુવાત કરવા મા આવી છે.સાંસદ શ્રી કાછડીયા દ્વારા લોક સુખાકારી ના અભિગમ સ્વરૂપે હાલ તૂર્ત સ્પીડ બ્રેકર માટે માટે આદેશ કરવા માં આવતા તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે કામગીરીશરૂ કરવા માં આવ્યા નું જાણવા મળે છે