બાબરાના જામબરવાળામાં ખોડીયાર મંદિર સહિત ત્રણ મંદિરોને નિશાન બનાવતા તસ્કરો

  • મંદિરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂપીયા 3 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ

અમરેલી,
બાબરા તાલુકાના જામબરવાળા ગામે બે દિવસ દરમ્યાન રાત્રીના સમયે ખોડીયાર માતાજીના મંદિર સહિત અન્ય બે મંદિરો મળી ત્રણ મંદિરોને નિશાન બનાવી કોઇ અજાણ્યા શખ્સોએ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂા. 3લાખ ઉપરાંતની ચોરી થયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બાબરા તાલુકાના જામબરવાળા ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તા.19 થી તા.21/1ની રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી દાન પેટી માંથી ચલણી સિક્કા અને રોકડ મળી રૂા.70,000 તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂા.2,57,750 મળી કુલ રૂા.3,27,750 તેમજ ગામમાં આવેલ બુટ ભવાની મંદિર તેમજ બાવળીયા પરિવારના મોમાઇ માતાજીના મઢમાં રોકડ રકમની ચોરી કરી ગયાની મનસુખભાઇ બેચરભાઇ પલસાણા એ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.આઇ.ડી.વી.પ્રસાદ ચલાવી રહ્યા છે.