બાબરાના તાઇવદરમાં બાઇક આડે રોઝડુ પડતા યુવાનનું મોત

અમરેલી, બાબરા તાધલુુકાના તાઇવદર ગામે ભાવુબેન રમેશભાઇ સોલંકીને હોળીનો તહેવાર હોવાથી દીયર વિજય કાળુભાઇ સોલંકી બાઇક નં.જી.જે.0 ડી.એમ.6380 લઇને વસ્તુ આપવા આવતા હતા. પતિ રમેશભાઇ કાળુભાઇ સોલંકી તેડવા સામે જતા બાઇક પાછળ બેસાડી દીયર વિજયે પુર ઝડપે અને બેફીકરાયથી બાઇક ચલાવતા રસ્તામાં રોઝડુ આડુ પડતા બાઇકનું કાબુ ગુમાવેલ. પાછળ બેઠેલ રમેશભાઇ પડી જતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મોત નિપજાવ્યાની દીયર વિજય સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.