ચમારડી ,
બાબરા તાલુકામાં ગ્રામિય વિસ્તારોમાં સતત છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે બાબરાના ધરાઈ ગામે ગત તા-14-9ના રોજ રાત્રીના આઠ વાગ્યાની આસપાસ દોઢ કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો ધરાઈ ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા નદીના કાંઠે આવેલ ધરાઈ આંગણવાડી કેન્દ્રમાં પાણી ઘૂસી જતા આંગણવાડી કેન્દ્રની કમ્પાઉન્ડ હોલની દીવાલ ધરસાઈ થતા દીવાલોનો કાટમાળમાં નદીના વહેણમાં ધસી પડ્યો હતો આંગણવાડી કેન્દ્રની દીવાલને તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવે તેમ ધરાઈ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી નયનાબેન કાપડિયાએ માંગણી કરી છે.