બાબરાના ધરાઈ ગામે વધુ એક કોરોના કેસ નોંધાયો

  • બાબરા તાલુકાના ગામોમાં વધતાં કેસોથી તાલુકાની જનતામાં ભયનો માહોલ

બાબરા, અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકામાં અત્યાર સુધીમાં 15 કેસ નોંધાયા છે એક નુ મોત થયુ છે હાલ તાલુકા મા આઠ કેસ એકટીવ છે ત્યારે આજે વધુ એક પોઝીટીવ કેસ ધરાઈ મા રહેતા 32વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ દર્દી 15-7-20 ના રોજ સુરત થી આવેલ 17-7-20 ના રોજ ગોંડલ દવાખાને ગયેલ ત્યારબાદ 18-7-20 નારોજ ચિતલ દવાખાને ગયેલ ત્યાંથી અમરેલી સિવિલ મા ગયેલ અમરેલી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ધરાઈ ગામે મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર .ડો વિરાટ અગ્રાવત , પી .આઈ શ્રી ગોહિલ ,ટી ડી .ઓ .શ્રી કટારીયા આર .આર .ટી .ટીમ ના અશોકભાઈ ,પ્રકાશભાઈ રાઠોડ ,ભરાડ ભાઈ રાજા ભાઈ સહીત ના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગ ની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ જોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.