બાબરાના નાની કુંડળમાં 15 મકાનો ધરાશાયી : લોકો બેઘર

  • ઉપરવાસના વરસાદને કારણે સતત પાણીનો માર લાગતા એક પછી એક મકાનો પડી જતા ગરીબ પરીવારો મુશ્કેલીમાં મુકાયા

બાબરા,
બાબરાના નાની કુંડળમાં 15 મકાનો ધરાશાયી થયા છે જેમાં વનીતાબેન ધીરૂભાઇ ગોંડલીયા, ઝવેરભાઇ સુખાભાઇ ઝાપડીયા, ઓઘાભાઇ ઝવેરભાઇ ધરજીયા, રમેશભાઇ જેરામભાઇ ધરજીયા, મકોડભાઇ ભીમાભાઇ મજીઠીયા, પ્રશાંતભાઇ રામભાઇ વનાળીયા, વલ્લભ લાલજીભાઇ પરમાર, છગનભાઇ સાકળીયા, હરજીભાઇ ઉકાભાઇ મકવાણા, ધીરૂભાઇ નાનજીભાઇ રાઠોડ, ભુપતભાઇ અર્જુનભાઇ સાળીયા, ભગવાનભાઇ ભીમાભાજા મજીઠીયાનાં ઘર પડી જતાં મુશ્કેલી ઉભી થઇ છે.