બાબરાના નિલવડા રોડ ઇંટોના ભઠા પાસે ટ્રેલર ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

અમરેલી,બાબરાનાં નિલવડા રોડે ઇંટોના ભઠા પાસે આજે બપોરના 3 કલાકે અમરેલીના આશાસ્પદ બ્રાહ્મણ યુવાન હાર્દિકભાઇ હરેશભાઇ શુકલ ઉ.વ.33 બાઇક જીજે 1 ઇકે 5534 લઇને અમરેલીથી નિલવડા જતા હતા ત્યારે પવન ચક્કીના પાંખડા ભરેલા ટ્રેલર ટ્રક જીજે 12 બીવી 3748 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લઇ બાઇકનો બુકડો બોલાવી અમરેલીથી નિલવડા પુજાપાનો સામાન દેવા જતા યુવાનને હડફેટે લઇ મોત નિપજાવતા આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દવાખાને પહોંચી તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો પણ બાબરા સીએચસી દવાખાને દોડી ગયા હતા અને યુવાનની લાશને પીએમ કરાવવામાં આવેલ આ બનાવની તપાસ બાબરાના પીઆઇ શ્રી ડાંગરવાલા ચલાવી રહયા છે. મૃતક યુવાનનો આજે જન્મદિવસ હોય અને અકસ્માતે મૃત્યુ પામતા પરિવારજનોમાં કલ્પાંત વ્યાપી ગયો હતો.