બાબરાના નોંધણવદરની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના નોંધણવદર ગામની સીમમાં મુનાભાઇ ગોલણભાઇ ગીડાળીની વાડીએ મજુરી કામ કરતા સુમનબેન મહેશભાઇ કટારીયા ઉ.વ.22 મુળ એમ.પી. ના દિકરા મનીષને પતિ મહેશભાઇ લક્ષ્મણભાઇ કટારીયાએ તોફાન કરતા મારમારેલ હોય. જે સારૂ નહી લાગતા પતિ સાથે બોલાચાલી કરી ઝગડો કરેલ હોય. જેથી પોતે પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા રાજકોટ દવાખાને ખસેડાતા સારવાર દરમીયાન મોત નિપજયાનું પતિ મહેશભાઇ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.