અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.17/12/2022 ના રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, રઘુ હમીરભાઇ વાળા રહે.રાણપર, તા.બાબરા, જિ.અમરેલી વાળાએ રાણપર ગામે, ખારા વિસ્તારમાં આવેલ પોતાની વાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમી હકિકત અન્વયે રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. તેમજ રેઇડ દરમિયાન મજકુર આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (1713.) ની મેગડોવેલ્સ નં.1 કંપનીની 750 એમ.એલ.ની કુલ બોટલ નંગ-744 કિં.રૂ.2,15,016/–નો મુદ્દામાલ પકડાયો હતો
ચાવંડ પાસે 24 બોટલ દારૂ સાથે બે ઝડપાયા
અમરેલી, લાઠી તાલકાના ચાવંડમાં મુળ એમપીના કરણ રાઘુભાઈ બામણીયા, સુનિલ પુનકાભાઈ બામણીયા હાલ લાઠીના કૃષ્ણગઢ વાળાને બાઈક એમ.પી. 69 એમ.એ.2758 માં ઈંગ્લીશ દારૂ 24 નંગ રૂ/- 10,632 તેમજ બાઈક રૂ/-15,000 મળી કુલ રૂ/-25,632 ના મુદામાલ સાથે પો.કોન્સ. રમેશભાઈ કોતરે ઝડપી પાડયા હતા.