બાબરાના રાણપરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, બાબરા તાલુકાના રાણપર ગામે રહેતા મનસુખભાઇ મીઠાભાઇ ચુડાસમા અને તેમના પત્ની સાથે વાડી ખેતરે ઘરે તાળુ મારી કામે ગયેલ હતા. તે દરમીયાન પાછળથી કોઇ તસ્કરોએ તા.24-10 ના સાંજના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશી કબાટના નકુચાનો લોક તોડી ત્રણ તોલાનો સોનાનો હાર રૂ.15 હજાર,ચાંદીના છડા 1 જોડી, રૂ.600/-,ચાંદીની જાંજરી 1 જોડી રૂ.450/-,રોકડ રૂ.30,500/- મળી કુલ રૂ.46,650/- ની ચોરી કરી ગયાની બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.