બાબરાના રાણપરમાં 66 કેવી નજીક દેશી તમંચો અને કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

અમરેલી,
બાબરા તાલુકાના રાણપર 66 કેવી રોડ પાસેથી મુળ એમપીના હાલ રાણપર ગામની સીમમાં દિનેશભાઈ ભીખુભાઈ ગુમાસણાની વાડીએ ભાગીયા તરીકે કામ કરતા પહાડસિંહ વેસ્તાભાઈ તાસ્કલ ઉ.વ.22 ને અમરેલી એલસીબીના પો.કોન્સ. રાહુલભાઈ ઢાપાએ બાઈક એમપી 69 ઝેડએ.0745 રૂ.40,000 ની જાહેરમાં ચલાવી પોતાના કબ્જામાં લાયસન્સ કે પરવાના વગરનો દેશી બનાવટનો તમંચો રૂ.2500 બે કાર્ટીસ એડ્રોઈડ મોબાઈલ રૂ.5000 નો મળી કુલ રૂ.47,500 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો .