બાબરાના લુણકી ગામે મહીલા સરપંચના પતિને માર મારવાના બનાવમાં ગુન્હો દાખલ

અમરેલી ,
બાબરા પોલીસ સ્ટેશન /-પાર્ટ ગુ.ર.નં.11193008220947/2022 12એ કલમ-337,323, 504,506(2) તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુન્હો તા.24/12/2022 ના રોજ રજી. થયેલ જેમા આ કામના ફરીયાદી આ કામના આરોપીના ઘરેથી નીકળેલ મો.સા. ચાલકને ઉભો રાખી આરોપીના ઘરેથી શું લઇ આવ્યા તે બાબતે પુછપરછ કરતા હોય અને મો.સા. ચાલક પાસે દારૂ હોય તે બહાર કાઢવા કહેતા અને ફરી. આ બાબતે વિડિયો ઉતારવા પોતાનો મોબાઇલ બહાર કાઢતા આ કામના આરોપીને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ફરી.ને જેમ ફાવે તેમ ગાળો આપી એક પથ્થરનો ટુકડો ફરી.ના કપાળના ભાગે મારી ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી અધિક જીલ્લા મેજી. અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ફરીયાદ નોંધી ગુન્હાના આરોપી પ્રવીણભાઇ ઉર્ફે પપ્પુ નટુભાઇ ચારોલીયા ઉ.વ.25 ધંધો- મજુરી રહે.લુણકી તા.બાબરા જી.અમરેલી ને ગણતરીની કલાકોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.