બાબરાના વાંડળીયામાં ગાય પ્રશ્ને બે જુથ વચ્ચે મારામારી

  • લાકડી, પાઇપ અને ઢીકાપાટુનો મારમાર્યાની સામસામી ફરિયાદ

અમરેલી,
બાબરા તાલુકાના વાંડળીયા ગામે ગાય પ્રશ્ને બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ઢીકાપાટુનો મારમાર્યાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બાબરા તાલુકાના વાંડળીયા ગામે લલીતભાઇ રમેશભાઇ વેકરીયા ઉ.વ. 28 ની વાડી ખેતરથી રેઢીયાર ઢોર તગડી ગામ તરફ આવતા હતા. ત્યારે ગામમાં એક ગાય તગડી આવતા ઢોર સાથે ચાલવા લાગતા. નાનજી સુરા ટોટા, ભાવેશ સુરા ટોટા અને રઘુ ડાયાનો દિકરાએ કહેલ કે અમારી ગાયને તમે કેમ હકાવી તેવું જણાવી લાકડી અને ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્યાની બાબરા પોલસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે નાનજીભાઇ સુરાભાઇ ટોટા ઉ.વ. 25 ને લાલા રમેશ વેકરીયા, ભૌતીક જગા વેકરીયાએ ગાળોબોલી લાકડી અને પાઇપ વડે મારમાર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.