બાબરાના વાંડળીયા રોડ ઉપર છકડો રીક્ષા પલ્ટી મારી જતા ચાલકનું મોત

અમરેલી,
બાબરાના વાંડળીયા રોડ ઉપર વાંડળીયા ગામના અરવિંદભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.55 પોતાના હવાલાવાળી છકડો રીક્ષા જીજે ટી 5444 પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી રીક્ષાને પલ્ટી ખવડાવતા પોતાનું મોત નિપજાવી રીક્ષામાં બેઠેલા દામજીભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.50 તથા અન્ય બેઠેલાઓને ઇજાઓ થઇ છે.