બાબરાના વાવડીમાં રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

  • કુલ કિં.રૂ.20,120 નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,બાબરા તાલુકાના વાવડી ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા મહેન્દ્રભાઇ હરસુરભાઇ ડેથળીયાએ નવા વર્ષની ઉજવણી અનુસંધાને પોતાના રહેણાંક મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી, રાખેલ છે, જે બાતમી આધારે રેઇડ કરતાં, ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મહેન્દ્રભાઇ હરસુરભાઇ ડેથળીયા, ઉં.વ.29, રહે.વાવડી, રામજી મંદિરની બાજુમાં, તા.બાબરા, જિ.અમરેલી પકડાઇ ગયેલ.અને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-28, કિં.રૂ.15,120/- તથા મોબાઇલ ફોન-1, કિં.રૂ.5,000/- મળી કુલ કિં.રૂ.20,120/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. પકડાયેલ શખ્સની પુછપરછ દરમ્યાન આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેણે નયન બાલાભાઇ ડેર, રહે.લાઠી વાળા પાસેથી મેળવેલ હોવાનું જણાવતાં, આ બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ મુદ્દામાલ તથા આરોપીને બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે, અને પકડવાના બાકી આરોપી આરોપીને હસ્તગત કરવા તજવીજ હાથ ધરેલ છે.