બાબરાના સુખપુરમાં છ પશુઓની બલી

અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના સુખપુર ગામ માં વાળા પરિવારે માતાજી નો કર ઉતારવા માનતા માં છ પશુબલિ માં 3 ઘેટાં 3 બોકળા માટે માંડવો નાખી આયોજન કર્યું હતું. ભારત જન વિજ્ઞાન જાથા ને માહિતી મળતા વોચ ગોઠવી હતી. આજે સવારે 4 ચાર વાગે મેલડી માતા ના સ્થાનકે જ્ઞાતિ નો ભુવો ધૂણી ને બોકળા ના કાન નો કટકો કાપી ને મંજૂરી માગે તે પહેલાં જાથા અને બાબરા પોલીસ ત્રાટકી ને પશુ બલી અટકાવી દીધી. બોકળા કાપવાના સાધનો સહિત 3 શખ્સો ને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ. પૂછપરછ ચાલુ છે. ભુવો કાકલૂદી કરવા લાગ્યો. મંડપ માં એક તબક્કે નાસભાગ મચી ગઇ. વાળા પરિવારે એક વાર માફી બક્ષવા અને કાયમી પશુ બલી બંધ 4ની જાહેરાત કરી દીધી. બાબરા પોલીસ સ્ટેશન ની પ્રશનનીય કામગીરી. મુશિબત ના સમયે માતાજી મદદે ન આવતા ભુવો અફસોસ વ્યક્ત કરતો હતો. સવાર માં જ અમુક પરિવારે ચાલતી પકડી હતી. દાણા ખોટા પડતા માતાજી ને બદલે જાથા ની ટીમ આવી પહોંચી હતી. મંડપ માં ભાગદોડ માં એક ભુવો વંડી ઠેકીને ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. 6 પશુ ઓ ને પાંજરાપોળ મોકલવાની કામગીરી ચાલુ છે. અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ અને બાબરા પોલીસે સજાગતા રાખી હતી. ભુવા એ કાયમી ધુણવા ના ધતિંગ બંધ ની જાહેરાત કરી દીધી હતી.વાળા પરિવાર અને ભુવા ને મુશ્કેલી ના સમયે માતાજી કે કોઈ એ મદદ કરી ન હતી. ફોટા ની તસ્વીરો ઘણું બધું કહી દે છે. માનતા ના નામે પશુ બલી કરવી કાયદેસર નો ગુન્હો બને છે. પશુ બલી કિસ્સા માં વિજ્ઞાન જાથા ને માહિતી આપવી.