બાબરાના સેવાભાવી આગેવાન શ્રી ચંદુભાઇ સેદાણીનું નિધન

અમરેલી,પાંચાળ પંથકના અડીખમ આગેવાન અને અમરાપરા પે સેન્ટર શાળાના સ્થાપક તથા નિવૃત પેન્શનર મંડળના સ્થાપક અને આજીવન સેવાના ભેખધારીએ પાંચાળ પંથકમાંથી ચિરવિદાય લીધી છે બાબરાના સેવાભાવી આગેવાન શ્રી ચંદુભાઇ સેદાણી રવીવારે બ્રહ્મ મુર્હુતમાં ગૌલોકધામ સિધાવતા બાબરા તથા બહોળુ સ્નેહી વર્તુળ ધરાવતા સેદાણી પરિવારના મોભીની વિદાયથી ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.
બાબરાના લોહાણા મહાજનના સેક્રેટરી તરીકે સતત 45 વર્ષ સેવા આપનારા અને બાબરાના અનેક તેજસ્વી રત્નોના ઘડવૈયા એવા નિવૃત કેળવણીકારના નિધનથી ઘેરો શોક છવાયો છે બાબરાના સેવાભાવી અગ્રણી શ્રી દિપકભાઇ સેદાણી અને શ્રી ભરતભાઇના પિતાશ્રી તથા શ્રી ધ્ાૃવ સેદાણી, શ્રી રામ સેદાણી અને શ્રી શ્યામ સેદાણીના દાદાજી અને સેદાણી પરિવારના મોભી અને પરમ વૈષ્ણવ શ્રી ચંદુભાઇ 85 વર્ષની વયે ગૌલોક સિધાવ્યા હતા.
ગુરૂવારના તા.23મીએ સાંજે ચારથી છ તેમનું ટેલિફોનિક બેસણું મો. – 94262 26918, 94269 38436 ઉપર રાખેલ છે.