અમરેલી,
બાબરાના માલધારી આધ્ોડ હમીરભાઈ રાજાભાઈ સુસરા હાલ રાજકોટ મધ્યપ્રદેશના ઉજજૈન મહાકાલ મંદિર નજીક નરસિંહ ઘાટ ખાતે કારમા બેઠા બેઠા બેભાન થઈ જતા મૃત્યું નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.પીછવાડા આશ્રમના મહંત અને સેવકો સાથે ઉજજૈન હવન કરવા માટે ત્રણ દિવસ પહેલા બાબરાથી નીકળ્યા હતા અને ત્યા પહોંચ્યા બાદ આ ઘટના બની હતી. ઉજજૈન મહાકાલ મંદિરથી અંદાજે 800 મીટર દુર નરસિંહઘાટ આવેલો છે.જયા પોલિસને એક બીનવારસી પાર્ક કરેલી કાર મળી આવી હતી .અને ચેક કરતા અંદર એક આધ્ોડનો મૃતદેહ જોવા મળ્યો હતો.જી.જે.03 એલઆર 9189 નંબરની કાર ગુજરાત પાસીંગની હોય મહાકાલ ચોકીના સ્ટાફે વિશેષ તપાસ શરૂ કરી .મૃતક પાસેથી મળેલ ફોનના આધારે અલગ અલગ નંબરો પર કોન્ટેક કરતા મૃતકની ઓળખ થઈ હતી