બાબરાની કાળુભાર નદીમાં સૌની યોજના લિંકમાંથી પાણી છોડાયું

બાબરા,
બાબરા પંથકમાં બાબરા કાળુભાર નદી અને ગાંગડીયા નદી માં સૌની યોજના હેઠળ ચમારડી ગામે અને ચરખા ગામે આવેલા સૌની યોજના હેઠળ નર્મદાના પાણી ખેડૂતો માટે નદી માં સોડવા આવ્યા હતા હાલ ખેડૂતો ને ઉનાળુ પાક માટે પાણી ની જરૂરીયાત હોય ત્યારે સ્થાનિક લોકો અને ખેડૂત ની માંગ સરકાર દ્વારા ધ્યાનમાં રાખીને સાંસદ નારણભાઇ કાછડીયા ધારાસભ્ય જે વી કાકડીયા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિતિનભાઈ રાઠોડ નગરપાલિકા ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા