બાબરામાં અવધ મંડળીની કીટ વિતરણનો પ્રારંભ કરાવતા શ્રી ધર્મેશ બગસરીયા

બાબરા, સાડા સાત હજાર સભાસદો ધરાવતી અવધ નાગરીક શરાફી સહકારી મંડળી દ્વારા અમરેલી જિલ્લામાં પોતાનાં જરૂરિયાત મંદ સભાસદો માટે લોકડાઉન દરમિયાન રાશન કીટ બનાવી આપવાનો નિર્ણય લઇ વિતરણ શરૂ કર્યુ છે. તે અંતર્ગત આજે બાબરા ખાતે કીટ વિતરણનો બાબરાનાં મામલતદારશ્રી તથા પાલીકાનાં પ્રમુખશ્રી અને જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી તથા બાબરાનાં સન્માનનીય આગેવાનોનાં હસ્તે પ્રારંભ કરાયો હતો. અવધ નાગરીક શરાફી સહકારી મંડળીનાં સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા મંડળીનાં જરૂરિયાતમંદ સભાસદોને તેમની જ મંડળી મદદરૂપ થાય તેના માટે સહકારી ક્ષેત્રે પહેલ ભર્યો ઉમદા નિર્ણય લેવાયો હતો અને અમરેલીમાં કલેક્ટરશ્રી, એસપીશ્રી તથા આયોજન અધિકારીશ્રીનાં હસ્તે અમરેલીમાં કીટ વિતરણનો પ્રારંભ કરાયો હતો. અને સાથે સાથે જિલ્લાનાં ચલાલા, બગસરા અને ધારી શાખામાં પણ સભાસદો કે જેમણે નોંધણી કરાવી હતી તેમને સોશ્યલ ડીસ્ટન્સીંગનાં પાલન સાથે કીટ વિતરણ કરવાનું શરૂ કરાયું હતું. આજે બાબરા અવધ મંડળી દ્વારા જરૂરિયાદ મંદ સભાસદોને રાશન કીટનું વિતરણ બાબરા મામલતદારશ્રી ધર્મેશ બગસરીયા, શ્રી કાકુભાઇ ચાંવ, શ્રી રમજાનભાઇ જીવાણી, શ્રી અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મિનાબેન પ્રભાતભાઇ કોઠીવાલ, નગરપાલીકા પ્રમુખશ્રી વનરાજભાઇ કિરીટભાઇ ઇન્દ્રોડીયા, શ્રી ભરતભાઇ પોપટ, શ્રી દિપકભાઇ સેદાણીની ઉપસ્થિતિમાં કરવાનો પ્રારંભ કરાયો હતો. તેમ શ્રી શ્યામ સેદાણીની યાદીમાં જણાવાયું છે.