બાબરામાં આઇટીના બનાવટી પત્રએ નાની બચત એજન્ટને હેરાન કર્યા

  • નાની બચત એજન્ટ દ્વારા બનાવટી પત્ર લખનાર તત્વો સામે કાનુની કાર્યવાહી કરવા તૈયારીઓ : આખરે સત્ય બહાર આવ્યું

બાબરા, જેવી રીતે જાલી નોટ બને છે તેવી રીતે ઇન્કમટેક્ષના જાલી લેટરથી પણ લોકોએ સાવધાન થવુ પડે તેવો કિસ્સો બાબરામાં બન્યો છે જેમાં નાની બચત એજન્ટને વગર વાંકે તેનું ખાતુ ફ્રીઝ થઇ જતા ભારે પરેશાની વેઠવી પડી હતી અને આ કૃત્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા ગુનાહીત માનસ ધરાવતા કર્મચારીએ સરકારી મશીનરી અને સ્ટેશનરીનો દુરપોયગ કરી હોવાનું અને કેન્દ્ર સરકારના આઇટી અને પોસ્ટ વિભાગનો દુરપયોગ કરવાની કોશીશ કરી હોવાનું જાણવા મળતા આ જાલી લેટરનો ભોગ બનેલ નાની બચત એજન્ટ દ્વારા આ હરામખોર તત્વો સામે કાનુની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ બાબરા પોસ્ટ ઓફીસમાં નાની બચત એજન્ટ શ્રીમતી રેખાબેન એમ.રાયચુરાની એજન્સી અને તમામ ખાતામાંથી લેવડ દેવડ પોસ્ટલ ડીવીઝન અમરેલીએ તા.29-9-20 થી ફ્રીઝ બંધ કરી દીધેલ અને તેમાં કારણ ઇન્કમ ટેક્ષ અમદાવાદથી આવેલ લેટર હોવાનું જણાવાતા ચોંકી ઉઠેલ નાની બચત એજન્ટની જાત તપાસના અંતે આ લેટર ફર્ઝી જાલી લેટર નિકળ્યો હતો ઇન્કમટેક્ષ કચેરી અમદાવાદે તા.3-12-2020 ના પોસ્ટ વિભાગ અમરેલીને પત્ર લખ્યો કે તા.10-8-2020 ના અમારી કચેરીમાંથી કોઇપણ લેટર લખાયેલ જ નથી. સહી કરનાર મેડમ રાની નાયર નિવૃત થઇ ચુક્યા છે 100 ટકા જાલી લેટર બોગસ પત્ર છે.
આવા જાલી લેટર ના આધારે અઢી મહિના તમામ લેવડ દેવડ બંધ રહેતા મધ્યમ વર્ગીય નાની બચત એજન્ટ શ્રીમતી રેખાબેન એમ.રાયચુરાની રોજગારી બંધ રહેતા દિવાળીના તહેવારોમાં પોતાના ખાતામાંથી પૈસા ન લઇ શક્યા રીકરીંગ ડીપોઝીટ બચત ખાતામાં વિના કારણે રૂા.370/- ત્રણસો સીતેર રૂપીયા દંડ ભરવો પડયો. શારીરીક માનસીક અને આર્થિક યાતનાઓ આ કોરોના કાળમાં સહન કરવી પડી તેનું કારણ સાદી ટપાલમાં આવેલ જાલી લેટર.
તા.29-9-2020 થી રોજગારી બંધ થતા શ્રીમતી રેખાબેન એમ. રાયચુરાના પતિ દિપકભાઇ સેદાણીએ અમદાવાદ સ્થિત ખ્યાતનામ એડવોકેટશ્રી આર.એન.સાવલીયાને તમામ વિગતથી વાકેફ કરતા તેઓ જાતે પોતે ઇન્કમટેક્ષ ઓફીસ અમદાવાદ રૂબરૂ મળી જાત તપાસ કરતા તા.10-8-2020 ના લેટર લખાયેલ જ નથી એવુ જાણવા મળ્યું. હવે આવુ ગુનાહીત કૃત્ય કોણે કર્યુ હશે ત્યારે શંકાના દાયરામાં પોસ્ટ વિભાગના જ ગુનાહીત માનસ ધરાવતા કર્મચારીએ જ આ કૃત્ય કર્યાનું શંકાના દાયરામાં આવે છે આ અંગે શ્રીમતી રેખાબેન એમ. રાયચુરા અને દિપકભાઇ સેદાણી પુરાવાઓ એકત્રીત કરી ફરીયાદ કરવાના હોય જાણવા મળેલ છે.
પરંતુ સવાલ એ થાય છે કે રૂા.2000/- ની જાલી નોટ જેમ જ સરકારી મશીનરી અને સ્ટેશનરીનો દુરપયોગ કરી જાલી લેટર બનાવી કેન્દ્ર સરકારની બે મુખ્ય કચેરીઓ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અને પોસ્ટલ ડીવીઝન અમરેલીને ગેરમાર્ગે દોરી છેતરપીંડી કરી નિર્દોષને દંડ કરેલ છે. હવે આ કેન્દ્ર સરકારની બે મુખ્ય કચેરીઓ ઇન્કમટેક્ષ અને પોસ્ટલ ડીવીઝન તપાસ કરી આવા ગુનાહીત માનસ ધરાવતા વ્યક્તિઓને પકડી સજા કરે છે કે કેમ ? જે સમય જ કહેશે.