અમરેલી, બાબરા પોલીસ સ્ટેશન -પાર્ટ ગુ.ર.નં. 11193008230002/2023 આઇ.પી.સી. કલમ 364-ક,385,389,504,506-2,120-બી,34,114,170 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુન્હો તા.01/01/2023 ના રોજ રજી.થયેલ હોય અને ઉપરોકત ગુન્હાના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે ગુન્હાહીત કાવતરૂ રચી ત્હો.ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષાએ આ કામના ફરી.ને ફોન કરી જમીન તથા ગાયો લે- વેંચની મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવી ફરી.સાથે શરીરસબંધ બાંધવા પ્રયત્ન કરી ફરી.એ ના પાડી ફરી.પોતાના ઘરે જતા હોય તે વખતે આ કામના અન્ય ચાર આરોપીઓ ઇકો ફોરવ્હીલ લઇ આવી ફરી.ને ગાળો આપી લાકડી તથા હાથ વડે માર મારી ફરી.ને ઇકો ફોરવ્હીલમા બેસાડી અપહરણ કરી લઇ ચાવંડ,ઢસા,ગઢડા ગામની અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ત્હો.પોલીસમા હોય તેવી ખોટી ઓળખ આપી ફરી.ને બળાત્કારના કેસમા ફસાવી દેવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી મિલ્કત કઢાવી લેવા અટકાયતમા રાખી ફરી.ને તેના દિકરા સાથે ફોનમાં વાત કરાવડાવી ફરી.ના નામના કોરા ચેક મેળવી ફરી.ને ઢસા ઉતારી લઇ ગુન્હો કરવામા એક બીજાએ મદદગારી કરી તેમજ અધિક જીલ્લા મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલ આરોપીઓને ફરી.ની ફરીયાદમા મળેલ વર્ણન આધારે તેમજ એ011/ કેમેરાની મદદથી ચૌક્કસ માહીતી આધારે બાબરા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે સહયોગ હોટલ નજીક હાઇવે રોડ અવાવરૂ જગ્યાએથી ઇકો કાર સાથે તુષારભાઇ પરશોતમભાઇ પટેલ, મહેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઇ સન/ઓફ ધિરૂજીભાઇ લક્ષમણભાઇ રાઠોડ, શૈલેષભાઇ સન/ઓફ રમેશભાઇ વિહાભાઇ રબારી એક મહીલા સહિત અન્ય ચાર આરોપીઓને અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-5 કિ. રૂ. 25000/- તથા એક લાકડી કિ.રૂ.10/- તથા ઇકો ફોરવ્હીલ કિ. રૂ. 4, 00, 000/- તથા કોરા ચેક 04 જેની કિ. રૂ. 00/- મળી કુલ કિ.રૂ.4,25,0,10/-ના મુદામાલ સાથે બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્રારા શોધી કાઢી બાબરા પો.સ્ટે.ખાતે લાવી આરોપીને ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.