બાબરામાં કરીયાણા રોડે પ્રોૈઢને બોલાવી અપહરણ કરી મોટી રકમની માંગણી કરી

અમરેલી,
બાબરાના કરીયાણા રોડ ઉપર રામદેવ નગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ અમરશીભાઇ કરકર ઉ.વ.42 ને મનીષા રહે.અમદાવાદ તથા અજાણ્યા ચાર શખ્સોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કવાતરુ રચી મનીષાએ ભરતભાઇને ફોન કરી જમીન તથા ગાયની લે વેચની વાતો કરી તેમજ મળવુ છે તેવી મીઠી મીઠી વાતો કરી મળવાના બહાને બોલાવી શરીર સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરતા ના પાડતા ભરતભાઇ પરત ઘરે આવતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ ઇકો ફોરવ્હિલમાં આવીને લાકડી અને હાથ વડે માર મારી ફોરવ્હિલમાં અપહરણ કરી ચાવંડ, ઢસા, ગઢડા મુકામે અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ભરતભાઇ પાસે પ્રથમ એક કરોડ બાદ 50 લાખ અને બાદ રૂા.5 લાખની માંગણી કરી ધમકી આપી આરોપીએ રાજય સેવક તરીકે પોલીસમાં હોવાનો ખોટો ઢોંગ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી બળજબરીથી મીલ્કત કઢાવી લેવા અટકાયતમાં રાખી ભરતભાઇને શરીર સંબંધ બાંધેલ હોય તેવી બળજબરીથી કબુલાત કરવા ફરજ પાડી તેમના દિકરા સાથે ફોનમાં વાત કરાવી મુકિત મેળવવા માટે ચાર કોરા ચેક મેળવી લીધાની બાબરા પોલીસમાં ફરિયાદ