બાબરામાં કાર ચાલકે ત્રણ વ્યક્તિને હડફેટે લેતા ગંભીર ઈજાઓ

  • બાબરામાં રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઇવેરોડપર જોરદાર ગમખ્વાર સર્જાયો
  • કાર બંધ પડેલ અન્ય એક વાહન સાથે અથડાતા બુકડો બોલી ગયો : ઇજાગ્રસ્તો સારવારમાં

બાબરા,
બાબરામાં આજે સવારે રાજકોટ ભાવનગર સ્ટેટહાઇવે રોડપર અને એસટી ડેપો નજીક જોરદાર અકસ્માત સર્જાતા લોકો દોડી ગયા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારીહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
બનાવની વિગત જાણવા મુજબ આજે સવારે અહીં એસ ટી ડેપો નજીક રાજકોટ તરફી આવી રહેલ એક સ્વીફકાર નંબર જી જે 0 એચ એસ 3505ના ચાલકે કારણો કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ ભરવાડ સમાજની બે મહિલા અને એક બાળકીને હડફેટે લેતા ત્રણેય હવામાં ફગોળાયા હતા અને પાંચ ફૂટ દૂર પડતા માથાના અને હાથના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ કાર અહીં રોડપર બંધ પડેલ અન્ય એક વાહન સાથે ધડામ સાથે અથડાતા મોટરકારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને કાર ચાલક ને પણ માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી.
કારચાલક તેમના એક મિત્ર સાથે રાજકોટ થી પોતાના ગામ લૂંણકી તરફ જઈ રહેલા હતા ત્યારે અહીં એસ ટી ડેપો નજીક સામેથી વાંડળીયા ગામના ભરવાડ સમાજના બાઘુબેન ઘુઘાભાઈ ટોટા,ઉવ 45 તથા નિરુબેન મંગળાભાઈ ઝાપડા ઉવ 46 તેમજ અને રત્નાબેન બોઘાભાઈ ઝાપડા ને હડફેટે લેતા પાંચ ફૂટ હવામાં ફગોળાયા હતા.
તમામને હાથ પગ અને માથાના ભાગમાં ઈજાઓ થતા પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા છે જયારે કાર ચાલક ને અમરેલી રીફર કરવામાં આવ્યા છે બનાવની જાણ થતાં બાબરા પોલીસના જમાદાર પ્રકાશભાઈ ત્રાપણીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી