બાબરામાં ચંદન સાયકલ સ્ટોરમાં શોટ સર્કિટથી આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ

બાબરા,
બાબરા નાગરિક બેંક ચોકમાં આવેલ ચંદન સાયકલ સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે છ વાગે દુકાનની બાજુમાં આવેલ ઈલેક્ટ્રીક થાંભલામાં શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગે હતી જેના કારણે દુકાનમાં રહે પડેલા માલ ટાયર ટ્યુબ અને ઓઇલ સહિત વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હતી વહેલી સવારે છ વાગ્યે આગની જાણ થતા બાબરા નગરપાલિકાનું ફાયર ફાઈટર અને દુકાન માલિક પહોંચી આવ્યા હતા. આગની જાણ થતા મોટી સંખ્યામાં શહેરીજનો પણ દોડી આવ્યા હતા અને આગ ઓલાવવામાં મહેનત કરી હતી આગ લાગવાના કારણે દુકન માલિક ને મોટી નુકસાની થઈ .