બાબરામાં ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા યુવાનનું મોત

 

અમરેલી,

દામનગરમાં રહેતા પ્રવીણભાઇ ભુરાભાઈ સોલંકી ઉ.વ.પ0ના દિકરા વિજય પ્રવીણભાઈ સોલંકી ઉ.વ.ર4હીરાની હેમરીના કારખાને વહેલી સવારે કામે ગયેલ.ત્યાંથી રજનીભાઈ હીરાભાઇ બુધેલીયાની ટાટા 407માં ચાલક ચંદુ રાણાભાઈવાવડીયા સરાણ માંજવાની હેમરી ભરી રાજકોટ જતા હતા ત્યારે બાબરા પાસે આવેલ હોટલ વેલનાથ નજીક પહોંચતા પુરઝડપે અને બેફિકરાઇથી ટેમ્પો ચલાવી રોડ સાઇડ ઉભેલા ટોરસ ટ્રક પાછળ અથડાવતા વિજયને ગંભીર ઇજા પહોંચાડી મોતનિપજાવ્યાની ટાટા 407ના ચાલક ચંદુ રાણાભાઇ વાવડીયા સામે બાબરા પોલીસ મથકમાં પ્રવીણભાઇ સોલંકીએ ફિરયાદ નોંધાવી છે.