બાબરામાં નળ સે જલ યોજના માટે સાત કરોડ મંજુર

  • બાબરા નગરપાલિકા પ્રમુખ શ્રી લલિત આંબલિયા, ઉપપ્રમુખ શ્રી વસંત તેરૈયા, કારોબારી સમિતિ
    ચેરમેન શ્રી ભુપતભાઇ બસિયા સહિત સમગ્ર ભાજપની ટીમની મહેનત રંગ લાવી : લોકોમાં ખુશી
  • પાણી વિતરણ માટે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં બે લાખ લીટરની ટાંકીઓ બનાવાશે લોકોને દરરોજ નિયમીત પાણી વિતરણ થાય તેવો સ્ટોરેજ ટાંકો ફીલ્ટર પ્લાન્ટ બનશે

બાબરા,  બાબરા શહેરમાં વધતા જતા વસ્તી અને વિસ્તારના કારણે શહેરના લોકોને પીવાના પાણી બાબતે ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે કારણે ઉપરથી પાણી બંધ થાય ત્યારે પાણી વિતરણ અનિયમિત વધુ થતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દેસના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સ્વપ્ન સમાન નલ છે જળ નો પ્રોજેકટ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરી બાબરાને ભેટ આપતા શહેરના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી..
નગર પાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા,ઉપ પ્રમુખ વસંતભાઈ તેરૈયા,કારોબારી સમિતિ ચેરમેન ભુપતભાઇ બસિયા સહિત સમગ્ર ભાજપની ટીમ સભ્યો અને સ્થાનિક ભાજપના અગ્રણીઓની મહેનત રંગ લાવી હતી શહેરમાં નલ છે જળ નો પ્રોજેકટ ત્વરિત મંજુર થાય અને વહેલું કામ શરૂ કરવામાં આવે તેની મથામણ કરવામાં આવતી હતી અને હવે પ્રોજેકટ મંજુર થતા સૌ કોઈ માં ખુશીની લાગણી અનુભવી હતી
બાબરા નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે હાલ પાલિકા પાસે પાણી વિતરણની સિસ્ટમ છે તે ખુબજ જૂની છે અને છેલ્લા દસ વર્ષથી શહેરમાં રાજકોટ રોડ,અમરેલી રોડ ભાવનગર રોડ સહિત અન્ય વિસ્તારનો વધારો થતાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પુરા પ્રશેરથી મળતું નથી.
ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા બાબરા શહેરને રૂપિયા સાત કરોડનો નલ છે જળ નો પ્રોજેકટ આપવામાં આવતા પીવાના પાણી ની સુવિધાઓ શહેરમાં વધુ સુદ્રઢ બનશે
પાલિકા પ્રમુખ દ્વારા નલ શે જળ ની વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેકટ માં પાણીના વિતરણ માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે બે લાખ લીટર ની પાણીની ટાંકીઓ બનશે તેમજ લોકોને દરોજ નિયમિત પાણી મળે તેવી ક્ષમતા વાળો સ્ટોરેજ ટાંકો પણ બનશે તેમજ હાલ ફિલ્ટર પ્લાન્ટ નથી પણ હવે આ પ્રોજેકટની અંદર ફિલ્ટર પ્લાન પણ મોટો બનાવવા આવશે જેથી લોકોને નિયમિત પીવાનું પાણી શુદ્ધ મળી રહેછે. હાલ બાબરામાં એક કાતરા પાણીનું વિતરણ કરવામાંમાં આવી રહ્યું છે પણ નલ છે જળ પ્રોજેકટ લાગુ થતા તે નિયમિત થશે કારણ કે 4.84 એમ એલ ડી પાણી ની સ્ટોરેજ કરાશે હાલ બાબરા શહેરમાં એક કાંતર પાણી નું વિતરણ કરવાલાગીમાં આવી રહ્યું છે તેમાં 2.50 એમ એલ ડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખી આગામી 30 વરસ સુધી પાણી નો પ્રશ્ન ઉભો નો થાય તેવું સુચારુ આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આગામી એક વરસ ની અંદર નલ છે જળ નું કામ પૂર્ણ થયા જતા શહેરમાં લોકોને પીવાનું પાણી નિયમિત શુદ્ધ મળતું થશે..તેમ અંતમાં નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા દ્વારા જણાવ્યું હતું..