બાબરામાં નવો એસટી ડેપો વર્કશોપ મંજુર

બાબરા,
બાબરાને એસટી ડેપો વર્કશોપ આપવા થયેલી રજુઆતને સફળતા મળી છે. શ્રી મુન્નાભાઈ મલકાણ, અધ્યક્ષશ્રી, બાબરા ચેમ્બર્સ ઓફ કોમર્શ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બાબરા શહેરને નવો એસ.ટી. ડેપો ફાળવવા અંગે રા.ક. મંત્રીને રજુઆત કરવામાં આવેલ હતી.તે રજૂઆતના પગલે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાત વાહન વ્યવહાર નિગમને લોકહિતના પ્રશ્નને તાત્કાલિક વાંચા આપીને લોકોની સુવિધાઓ પૂરી કરવા યોગ્ય આદેશ થયેલ હતા તેના પગલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બાબરા નવિન ડેપો-વર્કશોપ બનાવતા પહેલા તાંત્રિક, પરિવહન તેમજ વહીવટી પાસાઓ ચકાસી હાલની જરૂરીયાત તેમજ ભવિષ્યના વિકાસને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય બાબરા મુકામે નવિન ડેપો-વર્કશોપ બનાવવા અંગે સદરહું પાસાઓની ચકાસણી હાલ પ્રગતિ હેઠળ હોય, જેની મંજુરી મળ્યેથી આગામી વર્ષોમાં રાજય સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતા મુડીકૃત બજેટમાં સમાવેશ થયા બાદ બાબરા શહેરને નવિન ડેપો વર્કશોપ બનાવી આપવામાં આવશે અને લોકોને સુવીધાઓનો લાભ મળશે.