બાબરામાં પંદર અને સોળ વર્ષના તરૂણ તરૂણીએ સજોડે ઝેર પી આપઘાત કરી લીધો

  • બે લાશ પડી હોવાની જાણ થતાં બાબરા પોલીસ દોડી
  • દલિત યુવતી અને મિસ્ત્રી યુવકે બાબરાના ખાખરીયા દરેડ રોડપર ઝેર પી જીવન ટૂંકાવ્યું

બાબરા,
બાબરા માં આવેલ ખાખરીયા દરેડ રોડ વિસ્તાર નજીક પાટીદાર જિનની પાછળ આવેલ ખુલા ખેતરમાં એક યુવના યુગલ ની લાશ જોવા મળતા ખેતરના માલિક હિતેસભાઈ સરવૈયા દ્વારા બાબરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ટાઉન જમાદાર લલિતભાઈ શ્રીમાળી,હર્ષદભાઈ ડાભી,ગેરૈયાભાઈ સહિતના પોલીસ સ્ટાફ તેમજ નાયબ મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશની ઓળખ કરતા તેમાંથી દલિત યુવતી મૂળ ઉના વિસ્તારના છેલ્લા બે વર્ષથી બાબરામાં રહેતી હતી જ્યારે મિસ્ત્રી યુવક બાબરાનો હતો અને મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની પ્રાથમિક વિગત પ્રમાણે ઉના વિસ્તાર રહેવાસી અને છેલ્લા બે વર્ષથી બાબરામાં રહી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ મોહનભાઇ દાફડાની પુત્રી કિરણ દિનેશભાઈ દાફડા ઉવ 15 ગત તા 21/2ના રોજ રાત્રીના ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી જેની જાણ પરિવાર દ્વારા જેતે સમયે પોલીસ ને જાણ કરવામાં આવી હતી તો બીજી તરફ અરવિંદ પરમારનો પુત્ર સાગર ઉવ 16 તે પણ તેજ રાત્રીના ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહેલ હોવાનું પરિવાર દ્વારા જણાવ્યું હતું બને એકસાથે ઘરેથી ભાગ્યા હોવાનું અને અહીં પોતાની જાતે ઝેરી દવા પિય મોટ ને વ્હાલું કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું ઉના વિસ્તારના વતની દિનેશભાઇ મોહનભાઇ દાફડા બે વરસ થી બાબરામાં રહી નરેશભાઈ મારુ ની વાડીમાં ભાગીયું રાખી ખેતીકામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે.
દિનેશભાઈ ને બે સંતાન છે જેમાં કિરણ નાની છે જ્યારે દીકરો કલ્પેશભાઈ છે જે મોટા છે તા 21 ના રોજ રાત્રીના ઘરેથી જતી રહેલ હતી જેની જાણ જે સમયે ઘરેથી કહ્યા વગર જતી રહેલ છે અને આજે લાશ મળતા પરિવાર ઘટના સ્થળે દોડી ગયો અને કલ્પાંત કરવા લાગ્યા હતા પોતાના ભાગીયા પર આવેલ દુ:ખદ ની ઘડીએ નરેશભાઈ મારુ સાથે સઘળી અંતિમ વિધિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હાલ પોલીસ દ્વારા વધુ આગળ તપાસ કરવામાં આવી રહી છે.