- 48 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ વસુલ કર્યો
બાબરા ,
બાબરા શહેર અને ગ્રામી વિસ્તાર મા કોરોના કેસ ની સંખ્યા વધી રહી છે ત્યારે અમરેલી જીલ્લા મા કોરોના કુદકે ને ભૂસકે વધી રહીયો છે જીલ્લા કલેક્ટર ના આદેશ અનુસાર શોસીયલ ડિસ્કશન માસ્ક ફરજીયાત પહેરવું માસ્ક નો પહેરનાર સામે રૂપિયા 200 નો દંડ અને શોસીયલ ડિસ્કશન નો રાખનાર સામે પગલાં લેવા માટે શહેર વિસ્તાર મા નગરપાલિકા તંત્ર મામલતદાર કચેરી પોલીસ તંત્ર ને કડકાઇ રાખી ને આ બાબતે કામગીરી કરવા ની જીલ્લા કલેક્ટર દ્વારા અને રાજય સરકાર દ્વારા કડક સુચના અને નિયમો નુ પાલન કરવા જાહેરનામું બહાર પાડીયુ હતુ જેને લય બાબરા શહેર મા નગરપાલિકા તંત્ર મામલતદાર કચેરી પોલીસ તંત્ર સંયુક્ત કામગીરી આદરી હતી આ તકે શહેર પાંચ વેપારીઓ ને શોસીયલ ડિસ્કશન નો નિયમ પ્રમાણે અભાવ બતાતા દુકાનદારોને નોટીસો આપી જવાબ માગ્યા હતા તેમજ શહેર માસ્ક પહેરીયા વગર ફરતા લોકો પાસે દંડ વસુલ કર્યો હતો બાબરા મામલતદાર બગસરીયા ,ચીફ ઓફિસર ઝાલા ,પી આઇ ગોહિલ, નાયબ મામલતદાર પરમારભાઇ ,નગરપાલિકા ના સલીમભાઇ ઓઠા સહીત અધિકારીઓ શહેર ની બજારો કોમ્પલેક્સ મારકેટ લાળી પાનના ગલ્લા અને ચાની લારી નુ ચેકીંગ હાથ ધર્યુ હતુ.