બાબરામાં પાલિકાનું વિજ જોડાણ કપાયું:અંધારપટ

બાબરા,અમરેલી વીજવર્તુળ કચેરી દ્રારા નગરપાલિકા પાસે સ્ટ્રીટલાઇટ તેમજ વોટર વર્કસના બાકી નાણાંની વસુલાત કરવા અવારનવાર પાલિકાના તંત્રએ નોટીસો ફટકારી રહી હોવા છતાં પણ તંત્ર દ્રારા આ નોટીસોને જાણે કે ગંભીરતાથી લીધી ન હોય તેમ નોટીસોને કચરા ટોપલીમાં નાખી દેવામાં આવી હોય તેવી રીતે આજદિન સુધી નાણાં ન ભરપાઇ ન કરતા બાબરા નગરપાલિકા સંચાલીત સ્ટ્રીટલાઇટો ના કરોડો રૂપિયા ની રકમમા બીલો બાકી હોવાથી આજે બાબરા પીજીવીસી એલ દ્વારા બાબરા શહેરના આશરાનગર, નિલવળા રોડ, ચમારડી રોડ વિસ્તાર ની સ્ટ્રીટલાઇટો ના જોડાણો કાપી નાખ્યા હતા કચેરી કમ્પાઉન્ડર મા થી મળતી માહિતી અનુસાર બાબરા નગરપાલિકા પાસે પીજીવીસી એલ ના લાઇટ બીલ ના અંદાજીત ત્રણ કરોડ ઉપરાંત પૈસા ભરવાના બાકી હોય અનેક વાર નોટીસો આપવા છતા બીલ નો ભરાતા આજે બપોર બાદ પીજીવીસી એલ ના કર્મચારીઓ દ્વારા શહેરના અનેક વિસ્તારો ના લાઈટ કનેક્શન કાપી નખાયા હતા આજે રાતથી સમગ્ર બાબરા શહેર મા અંધારપટ છવાઈ જશે તો નગરપાલિકા તંત્ર તારીખ 1 સુધીમાં બીલ નહી ચૂકવાય તો અન્ય પાણી પુરવઠા વિભાગ નુ પણ જોડાણ કાપી નાખવામા આવશે તેમ જાણવા મળ્યું છે.

 

સ્ટ્રીટ લાઈટનું જોડાણ કટ થતા અંધારપટ
બાબરા નગરપાલિકાએ લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટના નાણા ભરપાઈ નહી કરતા અમરેલી વિજ વર્તુળ કચેરી દ્વારા વિજ જોડાણ કટ કરી નખાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે જેના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાના કારણે લોકો પડીજવાના બનાવો બનવા લાગ્યા છે આમ નગરપાલિકાના વાકે લોકો હેરાન પરેશાન થઈ રહયા છે

બાબરામાં અંધારામાં અથડાતા લોકો:કુતરાનો પણ ત્રાસ
બાબરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટનું વિજ જોડાણ કટ થઈ જવાના કારણે શહેરમાં રખડતા કુતરાઓનો ભારે ત્રાસ હોવાના કારણે પ્રજા જનોને પારાવાર મુશ્કેેલીઓ વેઠવી પડી રહી છે શેરીઓમા સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રસ્તાની વચ્ચો વચ્ચ અથવાતો સાઈડમાં બેસેલા કુતરાઓ લોકોની પાછળ દોડતા હોવાના પણ બનાવો બનવા પામ્યા છે તેમ લોકોમાં ચર્ચાય રહયુ છે.