બાબરામાં ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પદાર્થ વેંચનાર ઉપર પોલીસ ફરિયાદ

અમરેલી,બાબરામાં તા.15-5-22નાં સવારે 8:30 કલાકે રાજકોટથી ઢસા જઇ રહેલ ટેન્કર જીજે12 એટી 5433માં અન અધિકૃત ભેળસેલ યુક્ત પદાર્થ મામલતદાર બાબરા દ્વારા ટેન્કર સહિત 21357 લીટર ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહી સહિત કુલ રૂા.19,78,528નો જથ્થો સીઝ કરવામાં આવેલ અને શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થનાં નમુના લઇ જે તે સમયે કલેક્ટર અમરેલીને રિપોર્ટ કરવામાં આવેલ. લીધ્ોલ નમુનાઓ તપાસણી માટે સરકારશ્રીમાં મોકલવામાં આવેલ. જેનો રિપોર્ટ આવતા પેટ્રોલીયમ પદાર્થનો નમુનો ધોરણસરનો ન હોવાનું અને પેટ્રોલીયમ હાઇડ્રો કાર્બનની હાજરી હોવાનું ખુલતા કલેક્ટરશ્રી અમરેલીની સુચના મુજબ મામલતદારશ્રી બાબરાએે આ જથ્થાનાં માલીક, ડ્રાઇવર અને ગેરકાયદેસર ખરીદ વેંચાણ અને વહન કરનાર સોહનલાલ જોધારામ બીશ્ર્નોઇ, અશોક જગુભાઇ બસીયા મુ.સાણથલી તા.જસદણ તથા સીગ્મા પેટ્રોકેમ રાજકોટ, એફોર્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડીંગ રાજકોટ અને ઓમ એન્ટરપ્રાઇઝ વલસાડનાં માલીકો સામે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 અને 7 તેમજ આઇપીસી 1860ની કલમો નીચે કાર્યવાહી કરવા બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ