બાબરામાં મહિલાને બાંધીને માર મારવાના બનાવમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી પોલિસ

અમરેલી ,
અમરેલી જીલ્લા પોલિસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં બનતા મારામારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય.અને આવા ગુન્હાઓ આચરી ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા જે.પી. ભંડારી ના.પો.અધિ.અમરેલી દ્વારા માર્ગદર્શન આપેલ હોય.બાબરા પોલિસ સ્ટેશનમાં તા.12/12 ના ફરિયાદી બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમાં લગ્ન કરેલ હોય જે મનદુખ રાખી ફરિયાદી તેના છોકરા લઈને ગળકોટડી ગામે જતા આ કામના ફરિયાદીના નણંદ તથા દેરાણી, નણંદના પતિ તેમજ અન્ય એક મહિલા દ્વારા પોતાના ભાઈના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે પ્રશ્ર્ને ગાળોબોલી મહિલાને ઘસડી મારમારી માથાના વાળ પકડી ધસડી કાતરથી માથાના વાળ કાપી નાખી ધમકી આપેલ ઉપરોક્ત બનાવની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ થતા પોલિસે ઘુઘાબેન હીરજીભાઈ ઉર્ફે હીકા બાલાભાઈ ખટાણા, સોનલબેન ઉર્ફે ફાદુબેન વિજયભાઈ વાઘેલાની અટકાયત કરવામાં આવી છે.