બાબરામાં યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
બાબરાના કરીયાણા રોડ ઉપર રહેતા નિલેશભાઇ ધનજીભાઇ રાઠોડ ઉ.વ.25 ને અમદાવાદ રહેતા સગા મામાની દીકરી સાથે બે વર્ષથી પ્રેમ સબંધ હોય. દીકરી નાની હોવાથી તેના માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડતા પોતાને લાગી આવતા પોતાના ઘરે સ્લેબના હુક સાથે ડિસ કનેકશનના વાયર વડે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું મુકેશભાઇ રાઠોડે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.