બાબરામાં રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે રોડ પર સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ કરાઇ

  • સ્થાનિક ભાજપ કોગ્રેસના વેપારી મંડળ, સેવાભાવી યુવાનોની વારંવાર રજુઆતોથી સ્પીડ બ્રેકર બનાવાયા

બાબરા,
બાબરા માં રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે રોડ પર વધુ પડતા ટ્રાફિક અને વાહનો ની સતત અવર – જવર નાં કારણે અહીં રોડ પર સતત અકસ્માતો ના બનાવો બનતા રહેતા. જેમાં મોટાભાગ ના અકસ્માત જીવલેણ બનતા. ખાસ કરી ને રોડ બાજુ આવેલી સોસાયટી અને વિસ્તાર નાં લોકો વધુ અકસ્માતનો ભોગ બનતા હતા. વળી રોડ પર સરકારી દવાખાનું સહિત શાળા-કોલેજ તેમજ સરકારી કચેરીઓ પણ આવેલી હોવાથી મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ અને દર્દીઓ તેમજ અરજદારોની અવર જવર વધુ પડતી રહે છે. અહીં રોડ પર સ્પીડ બ્રેકર નહી હોવા ને કારણે પુરપાટ ઝડપે આવતા વાહનો ની ગતિ નહી રહેતા અકસ્માત સર્જાય છે જેમાં રાહદારીઓને ગંભીર ઈજાઓ થાય તેમજ અમુકવાર જીવલેણ પણ નિવડે છે.
ત્યારે બાબરા માં રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર સ્પીડ બ્રેકર બનાવવાની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. શહેર ના રાજકીય આગેવાનો દ્રારા રાજય સરકાર માં પત્ર પાઠવી સતત રજુવાત કરવામાં આવી હતી તેમજ સ્થાનિક ભાજપ કોગ્રેસ ના આગેવાનો વેપારી મંડળ ના આગેવાનો વિવિઘ સંસ્થાઓ દ્રારા સ્થાનીક તંત્ર થીલય રાજ્ય ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુધી લેખીત મોખીત રૂબરૂ મળી સ્પીડ બ્રેકર ત્વરિત બનાવવા ની માંગ કરેલ હતી. તેમજ તાજેતરમાં સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા આઠ માસ પહેલા પણ પાંચ જેટલા યુવાનો દ્રારા નાગરિક બેંક ચોકમાં ઉપવાસ આંદોલન કર્યું હતું. આમ છેલ્લા બે વર્ષમાં અનેક લોકોની રજુવાત અને આંદોલન નાં ફળ સ્વરુપે આજે અમરેલી માર્ગ અમે મકાન વિભાગ ને રાજ્ય સરકાર દ્રારા સ્પીડ બ્રેકર ની મંજુરી મળતા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર કૃષ્ણનગર સોસાયટી સામે, નિલવડા ચોકડી, પોલિસ સ્ટેશન સામે અને દયારામ સર્કલ મળી કુલ ચાર લોકેશન પર સ્પીડ બ્રેકર બનતા લોકોમાં રાહત ની લાગણીઓ પ્રસરી હતી.