બાબરામાં રૂા.60 લાખની નશીલી દવા કબજે કરતી પોલીસ

બાબરા,
આજના યુવાધનનને જેની લત લાગી રહી છે તે નશીલી દવા વાળા સીરપની 60 લાખની બોટલો બાબરામાંથી અમરેલી એલસીબીએ પકડી પાડી હતીઆ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારની સુચનાથી અમરેલી એસપી શ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય આજે અમરેલી એલ.સી.બી. પીઆઇ શ્રી અલ્પેશ એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરૈયા, ભગવાનભાઇ ભીલ, તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયાને બાતમી મળી હતી કે, બાબરા, સ્વામીનારાયણનગરમાં પાસે એક ગોડાઉનમાં આવા કેફીપીણાનો મોટો જથ્થો રાખેલ છે.જેથી એલસીબીએ દરોડો પાડતા મુળશંકરભાઇ મણીશંકરભાઇ તરૈૈયા, ઉ.વ.45, રહે.બાબરા, સ્વામીનારાયણનગર,ના ગોડાઉનમાંથી નશીલી દવાઓની બોટલ નંગ 40,073 કિં.રૂ.60,10,950 /- મળી આવતા તેની અટક કરી હતી.
બાબરા પંથકમાં છેલ્લા ધણા સમયથી શાકભાજી જેમ આ કેફી આયુર્વેદિક પીણું વેચાતું હતું બાબરા શહેર અને તાલુકા ના યુવા વર્ગ આવા ફેંકી સીરપ ના રવાડે ચડી ગયા હતા છેલ્લા ધણા સમયથી બાબરા પંથકમાં સીરપ નો મોટા પાયે વેચાણ નો ધંધો ચાલુ હતો આવડો મોટો જથ્થો ક્યાંથી આવ્યો એના કોણ ભાગીદાર છે તે અંગે તપાસ થવી જોઇએ હાલમાં ભાજપ આગેવાનને ત્યાંથી આવડો મોટો જથ્થો મળતા લોકચર્ચા નો વિષય બન્યો છે પોલીસે સીરપ નીલેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલ જથ્થો બાબરા પોલીસ સ્ટેશન ખાતે મોકલી વધુ તપાસ બાબરા પોલીસ અને એલસીબી પોલીસ કરી રહી .