બાબરા,
પાંચાળ પંથક ની મુખ્ય ખેત જણસ સફેદ સોનુ કપાસ ની ચાલુ વર્ષ માં અધધ આવક થી છેલ્લા ચાર દિવસ થી બાબરા માર્કેટિંગ યાર્ડ ઉભરાઈ રહ્યું છે આજે 25000 મણ ની વિક્રમી આવક સાથે બાબરા માર્કેટયાર્ડ બહાર અર્ધો કિમિ સુધી વાહનો ના થપ્પા લાગ્યા હતા માર્કેટ સેકેટરી અજયભાઈ પંડ્યા ના જણાવ્યા મુજબ બાબરા વિસ્તાર માં વિશ જેટલા જીનિંગ ઉદ્યોગ અને રોજિંદી કપાસ ની માંગ ના કારણે કપાસ ની મોટી જરીરીયાત રહે છે અને આ ખુલ્લા બઝારમા બાબરા તાલુકા બહાર ના ખેડુતો પણ પોતાની ખેત પેદાશ સારા ભાવો થી વેચવા માટે આવે છે આજની વિપુલ આવક સામે કપાસ ના ખુલ્લા બઝાર ના ઉંચા ભાવો 2050 સુધી વેચાણ થયા જ્યારે સરેરાશ ભાવ 1800 સુધી રહ્યા હતા.