અમરેલી,
ફાયર કંટ્રોલરૂમમાં બાબરા ફાયર બ્રિગેડ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે બાબરા હદ વિસ્તારમાં આવેલા અલમદીના લોખંડ સ્કેપ કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના બનેલ અને આગ વિકરાળ હોવા ને કારણે વધારે ફાયર ટેન્ડર તથા ફાયર સ્ટાફ ની જરૂર હોય તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી તથા વાયરલેસ ઓફિસર હરેશભાઈ સરતેજા તથા ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી બે કલાક ની મહા મહેનતે સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો અને વધારે આગને આગળ વધતા અટકાવી.