બાબરામાં હત્યાની કોશીશના ગુનામાં આરોપીને એક વર્ષની કેદની સજા

અમરેલી,
બાબરા યાર્ડના ચેરમેન જીવાજીભાઇ ખોડાજીભાઇ રાઠોડ ઉ.વ.47 તા.21-6-2015 ના યાર્ડના ડિરેક્ટર બહાદુરભાઇ ભીખુભાઇ બકોતરા રહે.નડાળાવાળા જલારામ મંદિરે તાવા પ્રસંગે જમી કારવી યાર્ડમાં બાઇક જીજે14 એન 999 ઉપર જતા હતા ત્યારે ભવાની જેમ્સ પાસે પહોંચેલ ત્યારે સામેથી કમાન્ડો જીપ મળેલ તે ડ્રાઇવર અમોને જોઇ જતા પાછી વાળી બાબરાના હરેશ અનકભાઇ વાળા સામેથી કોઇ વાહન આવતુ ન હોવા છતા અમોને મારી નાખવાના ઇરાદે બાઇકને હડફેટે લઇ દુર સુધી જીપ આગળ ઢસડી ઇજાઓ કરેલ આ બનાવના કારણમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર મારૂતી હોટલ સામે સીડ ફાર્મની જમીન પડેલ તે જમીન માર્કેટયાર્ડ બાબરાને મળવા સરકારશ્રીમાં માંગણી કરેલ આ જમીનમાં હરેશ અનકભાઇ વાળા તેના માલઢોર ચરાવે છે અને તે જમીન પોતાની હોવાનું જણાવેલ આ બનાવની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ થતા ઉપરોક્ત કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ જજ આર.ટી. વચ્છાણીએ 323 ના ગુનામાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા એક હજારનો દંડ ફટકારેલ છે.