બાબરામા પાંચ વધુ દુકાનો સીલ કરાઇ

બાબરા શહેરમાં તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત કડક ચેકિંગ

બાબરા,બાબરા શહેર મા કલેક્ટર ના આદેશ અનુસાર જીલ્લા ભર મા કોરોના કેસે ફરી ઉછાળો આવ્યો છે ત્યારે અમરેલી જીલ્લા સહીત બાબરા શહેર મા સોસિયલ ડિસ્કશન અને માસ્ક નો પહેરનાર સામે કડક પગલા તેમજ દુકાનદારો દ્વારા સરકાર ની કોરોના લક્ષી નિયમો ની ગાઇડલાઇન નુ નો પાલન કરવા બદલ આજે બાબરા શહેર મા નાના મોટી પાંચ દુકાનો સીલ કરાઇ હતી જેથી લય બાબરા શહેર દુકાનદારો મા ફફડાટ વ્યાપી ગયો અને તમામ વેપારીઓ એ શોસીયલ ડિસ્કશન માસ્ક પાલ કરવા નુ ચાલુ કરી દીધું હતું આજ આ કામગીરી મા બાબરા મામલતદાર અસોકભાઇ મકવાણા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા,પીઆઇ ગોહીલ સહીત નગરપાલિકા કર્મચારીઓ પોલીસ સ્ટાફ સહિત ફાસલો કામગીરીમાં જોડાયો હતોતંત્ર દ્વારા જણાવ્યું કે જો શોસીયલ ડિસ્કશન અને માસ્ક લોકો પાલન નહી કરે તો ફરજીયાત કડક પગલા લેવાશે.