બાબરામા સમીસાંજે કડાકા ભડાકા સાથે વરસાદ પડયો 

બાબરા,બાબરા શહેર મા સાજે પાંચ વાગે અચાનક મેધરાજા કડાકા ભડાકા સાથે જોરદાર બેટિંગ કરી હતી બાબરા શહેર અને ગ્રામી વિસ્તાર ના પણ ભારે વરસાદ ના કારણે ખેડૂતો ને કપાસ મગફળી તલ સહીત પાકો મા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે ખેડૂતો ની ચિંતા મા વધારો થયો છે અગાઉ પણ વરસાદ ધારીયા બહાર પડી ગયો હતો ત્યારે બે દિવસ તાલુકા મા વરસાદ પડી રહ્યો છે છે થોરખાન કોટડા પીઠા વાવડા ઉટવટ ચરખા સહીત ગામોમા પવન અને વિજળી કડાકા ભડાકા સાથે વરસાદ પડયો છે ખેડૂતો ના પાક અણી ઉપર આવીયા હતા મગફળી તલ ના ઉતારવા ની કામગીરી ચાલુ કરવાની તૈયારી મા ખેડૂતો હતો ત્યારે નોજોતા નો વરસાદ પડયા પાક ને નુકશાન થયુ છે  તેવુ ખેડૂત વર્ગમાંથી જાણવા મળી રહ્યું છે.