બાબરા અને ચિતલ પંથકમાં ધોધમાર એક થી દોઢ ઇંચ વરસાદ

અમરેલી,
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી લઇને દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, જ્યારે વડીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બાબરાથી દિપકભાઇ કનૈયાનાં જણાવ્યાનુસાર બાબરા શહેર અને પથકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. બાબાપુરથી હસુભાઇ રાવળનાં જણાવ્યા અનુસાર જાળીયાનાં નાગવાડીથી બાબાપુર સુધી વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યું હતું. દામનગરથી વિનુભાઇ જયપાલનાં જણાવ્યા અનુસાર અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ધારી શહેર અને પંથકમાં વરસાદનાં હળવા ભારે ઝાપટા પડ્યાનું ઉદય ચોલેરાએ જણાવેલ. ચલાલાથી પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવ્યા અનુસાર વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતાં. દલખાણીયા અને ગીર પંથક સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું. વડીયાથી ભીખુભાઇ વોરાના જણાવ્યાઅનુસાર ધીમી ધારે વરસાદ પડ્યો હતોદ્ય. લાઠીનાં અકાળામાં રાજુભાઇ વ્યાસનાં જણાવ્યા અનુસાર આજે ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે ગઇ કાલે વહેલી સવારે એકાદ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. અમરેલી નજીકનાં ફતેપુરમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતા પાણી વહેતા થયાનું સતીષ રાઠોડે જણાવેલ. અમરેલી શહેરમાં પણ બપોર બાદ વરસાદનું ઝાપટુ પડ્યું હતું. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 1 મીમી, બાબરા 38 મીમી, લાઠી 2 મીમી, વડીયા 14 મીમી વરસાદ નોંધાયો