બાબરા અમરેલીના હાઇવે ઉપર છકડો ચાલકનું હાર્ટ એટેકથી મોત

અમરેલી,
બાબરા અમરેલી હાઇવે પર છકડો રિક્ષા ચાલક નું હાર્ટ એટેકથી મૃત્યું નીપજ્યું હતું. લુણકી ગામનાં ઓઘડભાઇ પોલાભાઇ મુંધવા ઉ.વ.46 પોતાની છકડો રીક્ષા લુણકીથી લઈ ને બાબરા તરફ આવતા હતા અને બાબરા શહેરમાં આ બનાવ બન્યો હતો. ચાલુ રીક્ષાએ એટેક આવતા રીક્ષા ખાળીયામાં ઉતરી ગઇ હતી અને રીક્ષામાં અન્ય બે થી ત્રણ પેસેન્જરઓ પણ હતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. રીક્ષા ચાલકને 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પર નાં તબીબે હાર્ટ અટેક થી મૃત્યુ થયાનું જણાવ્યુ