બાબરા અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના કર્મચારી શ્યામ સેદાણીનો શુભ લગ્નોત્સવ સંપન્ન

જ્ઞાતિના વિવિધ અગ્રણીઓ અને અવધ ટાઇમ્સ પરિવાર દ્વારા નવ દંપતીને આર્શીવાદ પાઠવ્યા

બાબરા,બાબરા અવધ નાગરિક શરાફી સહકારી મંડળી લી. બ્રાન્ચના કાર્યદક્ષ કર્મચારી શ્યામ ભરતભાઇ સેદાણીના શુભ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કાર વિધી ઉજવાઇ હતી. તા.24/11/2020 મંગળવાર શ્યામ સેદાણી અને રામ સેદાણીને તેમના નિવાસ સ્થાન દ્વારકેશ સોસાયટીમાં યજ્ઞોપવિત સંસ્કાર વિધી સ્નેેહીજનો, મિત્ર વર્તુળ અને મોંઘેરા મહેમાનોની હાજરીમાં સંમ્પન થયેલ. તા.25/11/2020 બુધવારના બાબરા નિવાસી સુરેશભાઇ પોપટલાલ રૂપારેલીયાની સુપુત્રી ચિ. વૈશાલી સાથે લોહાણા મહાજનવાડી બાબરા મુકામે લગ્નગ્રંથીથી જોડાયેલ. આ રૂડા અવસરે અવધ ટાઇમ્સ પરિવારના મુખ્ય યુવા કર્તા હર્તા અને સમા હર્તા રોમીલભાઇ ચોૈહાણ અને વૈભવભાઇ ચોૈહાણ ઉપસ્થિત રહી નવ દંપતીને આર્શીવાદ પાઠવેલ. આ તકે બાબરા લોહાણા મહાજનના ભરતભાઇ પોપટ, ધીરૂભાઇ પોપટ, કનુભાઇ કાનાણી અને કલ્પેશભાઇ ખખ્ખર ઉપસ્થિત રહી રીવાજ મુજબ નવ દંપતીને આશિષ પત્રીકા પાઠવી હતી.