બાબરા આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી થેલાની લુંટ કરનાર ગેંગ ઝડપાઇ

બાબરા,
તા.01/03/2023 ના રાત્રીના આશરે પોણા નવેક વાગ્યાના અરસામા કામના ફરીયાદી બાબરા મુકામે મહેન્દ્રભાઇ અરવીંદભાઇ પટેલ નામની આંગડીયા પેઢીમાં નોકરી કરતા હોય અને દિવસ દરમ્યાન આવેલ રોકડ રૂપિયા.1,02,100 પોતાના કાળા કલરના થેલામા રાખી આંગડીયા પેઢીની ઓફીસથી બાબરા મુકામે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલ શાહ પેટ્રોલ પંપ પાસે સાહેદ જગદીશસિંહ ભરતસિંહ નાઓ પાસે જમા કરાવવા ઉભેલ હોય તે દરમ્યાન એક અજાણ્યો વ્યકિત આશરે 20 થી 25 વર્ષનો પાતળા બાંધાનો પોતાના હાથમા લાકડાનો ધોકો લઇ આવી ફરીયાદીને પાછળથી માથાના ભાગે ધોકાના બે ઘા મારી ફરીયાદીના ખંભામા રહેલ થેલો જેમાં આંગડીયા પેઢીના રૂપીયા તથા પોતાનું વોલેટ જેમા રોકડા રૂ.500 તથા પોતાના ડોકયુમેન્ટ મળી કુલ રૂપીયા.1,02,600 ભરેલ થેલો ઝુટવી લુંટ કરી અન્ય બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ લઇ થોડે દુર ઉભા હોય તેમા બેસી દરેડ રોડ તરફ નાસી ગયેલ હોય જે મુજબનો ગુન્હો બાબરાજેથી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી દરેડ ગામ ખાખરીયા ગામ તથા કરીયાણા ગામની સીમ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કરીયાણા ગામની જરૂખો તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે એક હોન્ડા કંપનીનું પેશન પ્લસ મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જે મોટર સાયકલની નંબર પ્લેટ ઉપર ચુના જેવા પદાર્થ લગાડેલ જોવામાં આવેલ હતી.આ ગુન્હામા લુંટ કરવા ગયેલ બે ઇસમો તથા રેકી કરનારા તથા કાવત્રુ રચનારા ત્રણ ઇસમો સહીત ગુન્હાના પાંચેય આરોપી સરફરાજ ઉર્ફે ટકો મહેબુબભાઇ મુલ્તાની , હીમતભાઇ હમીરભાઇ સોંધરવા, નંદકિશોરભાઇ ઉર્ફે અમીત નરભેરામભાઇ જોગલ, રાહુલભાઇ બદ્રીભાઇ વાસ્કલ, સુનીલ સોમલાભાઇ બારેલાઓને લુટમા ગયેલ રોકડા રૂપીયા.1,02,600 તથા ફરી.ના ડોક્યુમેન્ટ તથાતથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ત્રણ મોટર સાયકલ જેની કિમત રૂપિયા.80,000 તથા અલગ અલગ કંપનીના પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિમત રૂપિયા.42,000 મળી કુલ કિમત રૂપિયા.2,24,600 ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી બાબરા પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ