બાબરા ચેમ્બરના હોદ્દેદારોએ શ્રી સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઇ મલકાણ સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

બાબરા,અમરેલી જીલ્લા ના અને રાજકીય અને સહકારી ક્ષેત્ર ના દિગ્ગજ નેતા દેશ અનેક સહકારી સંસ્થા સાથે જોડાયેલા દીલીપભાઇ સંધાણી ની ભારત ની સવૌચય સહકારી સંસ્થા નેશનલ કો,ઓ,યુ,ઓફ ઇન્ડિયા (એન સી યુ આય) ના ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવતા સમગ્ર અમરેલી જીલ્લા મા ખુશી વ્યાપી ગઈ છે તેમજ તાજેતરમાં પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી આર પાટિલ દ્વારા અમરેલી જીલ્લા ના નવ નિયુકત ભાજપ ના પ્રમુખ પદે અમરેલી જીલ્લાના યુવા અગ્રણી અને અડધી રાત્રે ના હોકારો સમાન આગેવાન કૌશિકભાઇ વેકરીયા ની જીલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે વરણી થતા જીલ્લા યુવાનો થી લય વડીલો અને ભાજપના આગેવાનો એ અભિનંદન પાઠવ્યા હતા આ તકે બાબરા શહેર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુનાભાઇ મલકાણ પરેશભાઇ સોની વિપુલભાઈ રાઠોડ દ્વારા દીલીપભાઇ સંધાણી અને કૌશિકભાઇ વેકરીયા નુ ફૂલહાર અને સાલ ઓઢાડી ને સન્માન કરાયું હતુ.