બાબરા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપો : શ્રી મુકેશ ખોખરીયા

  • અમરાપરા,ખાખરીયા,વાંડળીયા,ગળકોટડી, દરેડ, જામબરવાળા સહીતના ગામોમાં ખેડૂતો પાકને નુકશાન થયું છે તેથી વળતર ચુકવા કુષી મંત્રી,જીલ્લા કલેક્ટરને રજુઆત કરી

બાબરા,
બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને કુષી મંત્રી આર સી ફંળદુ જીલ્લા ના સાંસદ નારણભાઈ કાછડીયા સહીત જીલ્લા કલેક્ટર , પ્રાંત અધિકારી લાઠી, બાબરા મામલતદાર ને પત્ર લખી રજુઆત કરી હતી કે બાબરા તાલુકા તાજેતરમાં અતિવૃષ્ટિ સર્જાતા તાલુકામા ઓછા પુરુપાડે તો કમોસમી ન વરસાદ ખેડૂતો ને પડીયા ઉપર પાટુ મારીયુ છે તાલુકા છેલ્લા ચાર દિવસથી દરરોજ મેધરાજા ઓળઘોળ બની ખેડૂતો ના ઉભા પાક ને નુકશાની પહોંચાડી રહીયા છે કમોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય છે મગફળી તલ કપાસ સહીત પાક ને ભારે નુકસાન થયું છે ખેડૂતો ની કાપણી થયેલ મગફળી ના પાથરા ખેતરોમાં જ પલળી ગયા હતા તેમજ ખેતરો મા પાણી ભરાવ ના કારણે કપાસ અને તલ ના પાક નિષ્ફળ ગયા છે ખેડૂત વર્ગને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયેલ છે બાબરા તાલુકા ખાખરીયા વાડળીયા ગળકોટડી દરેડ જામબરવાળા અમરાપરા ચરખા ચમારડી કરીયાણ ઉટવટ ધરાઇ વાવડી વલાયડી મા અને શહેર મા ભારે વરસાદ ના કારણે ખેડૂતો મોટી નુકસાની થય છે અધુરામાં પુરુ પાડે બાબરા મામલતદાર કચેરી મા વરસાદ ના આંકડા માપવા માટે કોય સાધન સામગ્રી નથી આથી વરસાદ ના સાચા આંકડા બહાર નથી આવતા લોકો વરસાદ માપવા માટે જુની પધ્ધતી વાપરવી રહીયા છે બાબરા તાલુકા છેલ્લા ચાર પાંચ દીવસ ખાખરીયા વાડળીયા ગળકોટડી દરેડ જામબરવાળા અમરાપરા ચરખા ચમારડી કરીયાણ ઉટવટ ધરાઇ વાવડી સહીત ગામોમા કમોસમી વરસાદ પડ્યો જેથી ખેડૂતો ના પાક ને નુકસાન થયું તે અંગે બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા એ રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીઅનેકુષી મંત્રી આર સી ફંળદુ ને પત્ર લખી રજુઆત કરી હતી કે તત્કાલીન ધોરણે બાબરા તાલુકા મા સર્વે કરી ખેડૂતોને નુકસાન થયેલ છે તે અંગે વળતર ચુકવા લખી પત્ર માંગ કરવામાં આવી હતી.