બાબરા તેમજ અમરેલી તાલુકાનાં ફતેપુર આસપાસના ગામોમાં ધોધમાર બે ઇંચ વરસાદ

અમરેલી,અમરેલી શહેર અને જિલ્લામાં સતત છઠા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને મેઘગર્જના સાથે હળવા ભારે વરસાદ પડયો હતો. આજે બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં ગાજવીજ અને મેઘ ગર્જના સાથે બાબરામાં તેમજ અમરેલી તાલુકાના ફતેપુર આસપાસના ગામોમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડયો હતો. તેમજ ખાંભામાં એક ઇંચ અને અમરેલી શહેરમાં અડધો ઇંચ વરસાદ પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. અમરેલી નજીકના ચિતલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડામાં અમરેલી 10 મીમી, ખાંભા 23 મીમી, જાફરાબાદ 1 મીમી, ધારી 13 મીમી, બાબરા 50 મીમી, સાવરકુંડલા 3 મીમી વરસાદ નોંધાયો હતો.
બાબરા તાલુકામાં ભાદરવામાં આષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા છ દિવસથી કાળા ડીબાંગ મેઘ તાંડવ વચ્ચે બારે મેઘ ખાંગા થયાં છે બપોર બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોત ધોધમાર વરસાદની સાથે જોરદાર વીજળીના કડાકા ભડાકા પણ વરસાદની તીવ્રતા અને ભયાવહ માહોલ વધારો કર્યો હતો ચમારડીમાં ધોધમાર વરસાદથી ગામમાં મેઈન બજારોમાં ગોઠણસમાં પાણી વહેતા થયા હતા ત્યારે ચમારડીથી પસાર થતી ઠેબી નદીમાં પાણી બે કાંઠે થયું હતું ત્યારે બાબરા પંથકમાં સતત છઠ્ઠા દિવસે ધોધમાર વરસાદથી ચમારડી નજીક ઈગોરાળા ગામમાં પાણી ફરી વળ્યાં હતાં જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ધુસવાની સમસ્યાઓની બુમરાણ પણ સામે આવી હતી ત્યારે સતત બે દિવસે ઈગોરાળા પીરખીજડિયા વાલપુર સહિત ગ્રામિય વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાવ્યો હતો અને બાબરા ચમારડી સહિત અનેક ગામોમાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં માર્ગો બંધ થાય હતા.વડિયા ના લુણીધાર ઈશ્વરીયા લાખાપર કાઠમા મોટી કુંકાવાવ અમરાપુર સહિતના ગામોમાં ભારે વરસાદ શરૂ થયો અનેક ગામોમાં વીજળી ગુલ લાખાપર કાઠમા આકડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ થી ગામમાં પાણી ભરાયા