- એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે બીજી તરફ કુદરતે પણ પડ્યાં ઉપર પાટુ માર્યુ હોય તેવી સ્થિતિ
- બાબરા, ધારી અને ગીર કાંઠાનાં દલખાણીયા, તોરી રામપુર, કુંકાવાવમાં હળવા ભારે ઝાપટા પડ્યાં
- બગસરાનાં નાજાપુરમાં કમૌસમી વરસાદ પડવાથી ખેડુતોનાં ખેતીપાકને લાખો રૂપિયાનું નુક્શાન થયું
- ઉનાળુ મૌલાત હજુ ખેતરમાં પડી છે અચાનક કમૌસમી વરસાદ થતા ખેડુતોનાં મોંએ આવેલ કોળીયો ઝુંટવાયો
- વિજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદે માવઠું સર્જી દેતા જગતનો તાત ચિંતીત બન્યો
અમરેલી,
ઉનાળુ મૌલાત હજુ ખેતરોમાં પડી છે અને અચાનક અમરેલી જિલ્લાનાં મોટા ભાગનાં ગામોમાં કમૌસમી વરસાદ પડતા ખેડુતોનાં મોંએ આવેલ કોળીયો ઝુંટવાય જાય તેવી સ્થિતિ સર્જાય છે. નાજાપુર ગામે ખેડુતોને ડુંગળી, બાજરી, તલનાં પાકોમાં લાખો રૂપિયાનું નુક્શાન થયું છે. આમ મોંએ આવેલ કોળીયો ઝુંટવાય તેવી સ્થિતિ સર્જાતા જિલ્લાનાં ખેડુતો ચિંતીત બન્યા છે. એક તરફ કોરોનાએ કહેવ વરતાવ્યો છે. બીજી તરફ કુદરત પણ રૂઠ્યો હોય તેમ માવઠાએ મોકાણ સર્જી દીધી છે. કમૌસમી વરસાદ થતાં જિલ્લા ભરનાં ગામોમાં ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો હતો.