બાબરા નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન આંબલીયા ઉપપ્રમુખ તરીકે આશાબેન તેરૈયા કારોબારી ચેરમેન તરીકે કમળા બેન બસીયાની વરણી

બાબરા,
બાબરા નગરપાલિકા માં ભાજપ બહુમતીથી વિજય બનતા સતામા આવતા આજરોજ નિયમો મુજબ બાબરા કેપી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ જોશી અને બાબરા નગરપાલિકા ચીફ ઓફિસર વિંઝુડા ની ઉપસ્થિતિ માં જીલ્લા ભાજપ ની સુચના મુજબ જીલ્લા ભાજપ ના મંત્રી જયેશભાઇ ટાંક દ્વારા પ્રદેશ ભાજપ ની સુચના મુજબ અધીકાર ઓ ની ઉપસ્થિતિ માં અને ભાજપ ના ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત મા બાબરા નગરપાલિકા ના અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે રેખાબેન લલીતભાઇ આંબલીયા ઉપ પ્રમુખ તરીકે આશાબેન વસંતભાઇ તૈરેયા અને કારોબારી ચેરમેન તરીકે કમળા બેન ભુપતભાઇ બસીયા, પક્ષના નેતા તરીકે ખોડાભાઇ ભીખુભાઈ મકવાણા, દંડક તરીકે નરેશભાઈ લખમણભાઈ મારું ની સર્વોત્તમ મતે વરણી કરવામાં આવી હતી નિયમ મુજબ જિલ્લા ભાજપ દ્વારા આ તમામ વરણી આગામી અઢી વર્ષ માટે કરવામાં આવી છે નવનિયુક્ત હોદ્દેદારોએ બાબરા શહેરના વિકાસ માટે અમે કટિબંધ રહીશું એવો વિશ્વાસ આપ્યો હતો નવ નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક તરીકે વરણી પામેલા ને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવીયા હતા વિરોધ પક્ષ ગેરહાજર રહીયો હતો આ તંકે. પૂર્વ ધારાસભ્ય ઓ બાવકુભાઇ ઉધાડ, વાલજીભાઈ ખોખરીયા શહેર ભાજપના વરિષ્ટ આગેવાન બીપીનભાઇ રાદડિયા લલીતભાઇ આંબલીયા. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા. રામભાઇ સાનેપરા ,અલ્તાફભાઇ નથવાણી શહેર ભાજપ અગ્રણી ભુપતભાઇ બસીયા જીલ્લા પંચાયત ના સદસ્ય હીંમત ભાઇ દેત્રોજા તાલુકા ભાજપ ના મહામંત્રી રાજુભાઈ વિરોજા અંકુરભાઇ જસાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત હોદ્દેદારો ને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી